National Metrology Conclave : પ્રોડક્ટ્સની ક્વોલિટીથી લઈને કોરોના રસી પર ખુલીને બોલ્યા PM મોદી
આ અવસરે પીએમ મોદીએ કહ્યું કે ખુબ ગર્વની વાત છે કે ભારતમાં 2 સ્વદેશી કોરોના રસી (Corona Vaccine) તૈયાર થઈ ગઈ છે. હવે દેશને આત્મનિર્ભર બનાવવાનું સપનું પૂરું થઈ રહ્યું છે. નવા વર્ષમાં ભારતના વૈજ્ઞાનિકોએ બે રસી બનાવી. જે નવા વર્ષની ભેટ છે.
નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા નેશનલ મેટ્રોલોજી કોન્ક્લેવ (National Metrology Conclave)નું ઉદ્ધાટન કર્યું. કેન્દ્રીય મંત્રી ડો.હર્ષવર્ધન પણ હાજર રહ્યા. આ અવસરે પીએમ મોદીએ કહ્યું કે ખુબ ગર્વની વાત છે કે ભારતમાં 2 સ્વદેશી કોરોના રસી (Corona Vaccine) તૈયાર થઈ ગઈ છે. હવે દેશને આત્મનિર્ભર બનાવવાનું સપનું પૂરું થઈ રહ્યું છે. નવા વર્ષમાં ભારતના વૈજ્ઞાનિકોએ બે રસી બનાવી. જે નવા વર્ષની ભેટ છે. દુનિયાનો સૌથી મોટો રસીકરણ કાર્યક્રમ જલદી શરૂ કરાશે. દેશને પોતાના વૈજ્ઞાનિકો પર ખુબ ગર્વ છે. દેશવાસીઓ વૈજ્ઞાનિકોના કૃતજ્ઞ છે.
વૈજ્ઞાનિકો વિદ્યાર્થીઓ સાથે કરે સંવાદ
પીએમ મોદીએ કહ્યું કે આપણા દેશમાં સર્વિસિઝની ક્વોલિટી હોય કે પછી સરકારી સેક્ટર હોય કે પછી પ્રાઈવેટ, પ્રોડક્ટની ક્વોલિટી હોય કે પછી સરકારી સેક્ટરમાં હોય કે પ્રાઈવેટ. આપણી ક્વોલિટી સ્ટાન્ડર્ડ એ નક્કી કરશે કે દુનિયામાં ભારત અને ભારતની પ્રોડક્ટ્સની તાકાત કેટલી વધે. તેમણે કહ્યું કે CSIRના વૈજ્ઞાનિકો દેશના વધુમા વધુ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરે. કોરોનાકાળના પોતાના અનુભવોને અને તે શોધ ક્ષેત્રમાં કરાયેલા કામોને નવી પેઢી સાથે શેર કરે. તેનાથી ભવિષ્યમાં તમને યુવા વૈજ્ઞાનિકોની નવી પેઢી તૈયાર કરવામાં મોટી મદદ મળશે. કોન્કલેવમાં પીએમ મોદીએ કહ્યું કે દેશ 2022માં પોતાની સ્વતંત્રતાના 75 વર્ષ પૂરા કરી રહ્યો છે. 2047માં આપણી આઝાદીના 100 વર્ષ પૂરા થશે. આપણે આત્મનિર્ભર ભારતના નવા સંકલ્પોને ધ્યાનમાં રાખીને, નવા માપદંડો, નવા સ્ટાન્ડર્ડ્સ, અને નવા બેન્ચમાર્ક્સને સેટ કરવાની દિશામાં આગળ વધવાનું છે.
ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube